ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 98 અને 99

  • 1.6k
  • 800

૯૮ અબ્દુલ રહીમ ખાનખાનાન   ગુજરાતના વિખ્યાત શહેર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની જાહો જલાલી ન હતી. એક જમાનામાં ગુજરાતના સુવર્ણયુગની એ રાજધાની હતી. ગુજરાતે ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજપૂતોના શાસનકાળ જોયો હતો. છેવટે કરણદેવ વાઘેલા અને એના મુખ્યમંત્રી માધવમંત્રીના કલહે દિલ્હીના બાદશાહ અલાઉદીન ખીલજીનું આક્રમણ આવી પડ્યું. ત્યારથી મુસ્લીમ સત્તા ગુજરાતમાં સ્થપાઈ. આજ મુસ્લીમ સત્તાના સુબાસોમાંથી સુલતાનો ઉદ્દભવ્યા. મહંમદ બેગડો, અહમદશાહ, બહાદુરશાહ વગેરે નામાંકિત સુલતાનો થઈ ગયા. ઇસુની ૧૫ મી સદીનો ઉત્તરાર્ધ ચાલતો હતો. દિલ્હીમાં અકબરશાહ મોગલવંશને મજબૂત કરી દીધો હતો. ફતેહપુર સિક્રીની શક્લ ઉદ્‍ભવી રહી હતી. ગુજરાતમાં મુઝફરશાહનુમ શાસન હતું. પાટણ રાજધાની મટી ગયું હતું. એ સ્થાન અમદાવાદે લઈ