ટી.વી. નો છેડો

  • 3.3k
  • 1
  • 1.3k

મને હજુય યાદ છે તે દિવસ જે દિવસે હું બાપૂજી(પપ્પા) માટે ચા લઈને ગયો હતો અને બાપુજીએ દુકાનમાં ચા પીતાં-પીતાં કહ્યું કે હતું, “બેટા સાતમું તો પૂરું હવે આઠમાં માટે હોસ્ટેલમાં જવું કે? મેં તરત જ હળવેથી માથું હલાવ્યું. બાપુજીને પણ ખબર હતી કે હું નાં નહિ પાડું, કારણ કે જવાનો નિર્ણય પહેલા થી મારો જ હતો. શાળાનાં એક શિક્ષક દ્વારા બાપુજીને આની જાણ થયેલી.તો પછી જા, પણ એક વાત યાદ રાખજે કે હોસ્ટેલનાં નિયમ પ્રમાણે કામ કરવું પડશે, અહીં ની જેમ ત્યાં નહિ ચાલે હો!' બાપુજીએ કહ્યું'. 'હા કરીશ એમાં શું?' મેં કહ્યું.