સાજીશ - 11

(38)
  • 4.1k
  • 2
  • 2.2k

૧૧. ફાંસી... ફાંસી... ફાંસી...! સવારે સોમચંદની ઊંઘ ઊડી ત્યારે તે એકદમ સ્વસ્થ લાગતો અત્યારે એ પોતાના સુંદરનગરવાળા બંગલામાં નહીં પણ સરદાર હતો. જયસિંહ રોડ પર આવેલ બંગલામાં હતો. જુલી સાથે રાત્રે ત્રણ કલાક મોજમસ્તીમાં વિતાવ્યા બાદ એ ખૂબ જ તાજગી અનુભવતો હતો. અત્યારે તે વૉશબેસીન સામે ઊભો ઊભો બ્રશ કરતો હતો. અચાનક બંગલાની ડોરબેલ જોરથી રણકી ઊઠી. ‘અત્યારના પહોરમાં વળી કોણ ગુડાયું...?' એ બબડ્યો. ‘કામવાળી હશે... !' સોમચંદની પત્નીએ કહ્યું, ‘વિષ્ણુ, જરા દરવાજો ઉઘાડજે... !' વિષ્ણુ એના નોકરનું નામ હતું. એણે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો. વળતી જ પળે વંટોળિયાની જેમ દિલીપ, માલા અને ધીરજ અંદર ધસી આવ્યાં. ધીરજે પ્રવેશ્યા પછી