૧૦. ફોરેન્સિક એક્સ્પર્ટનો રિપોર્ટ... ! સોમચંદ આજે સવારથી જ ટેન્શનમાં હતો. રાત્રે તેને સરખી રીતે ઊંઘ પણ નહોતી આવી. સવારે નિત્યક્રમ મુજબ એ મોર્નિંગવૉક માટે પણ નહોતો ગયો. કાલે દિલીપે જે રીતે સોમચંદને પકડીને તેને રોક્સી ક્લબના ફોટાઓ બતાવ્યા હતા એ જોઈને મનોમન તે હચમચી ઊઠ્યો હતો. પોતાની જાતને તે પીંજરામાં પુરાયેલા ઉંદર જેવી અનુભવતો હતો. જો દિલીપ પાસે રોક્સી ક્લબવાળા ફોટાઓ ન હોત તો સોમચંદ ચોક્કસ જ પ્રેસ તથા અન્ય પ્રચાર મિડિયાના માધ્યમથી સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ બખેડો ઊભો કરત એમાં પણ શંકાને કોઈ સ્થાન નહોતું. પરંતુ એની ફોટારૂપી ચોટલી દિલીપની પકડમાં હતી અને દિલીપ ગમે ત્યારે આ ચોટલી ખેંચીને