સાજીશ - 9

(44)
  • 4.3k
  • 6
  • 2.3k

૯. તલાશીનું અભિયાન... ! દિલીપ, રજની, માલા અને ધીરજ ફરીથી એક વાર સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં આવેલ દિલીપની ચેમ્બરમાં બેઠાં હતાં. ઘણી મહેનત કરવા છતાંય ચારમાંથી કોઈને પણ કંઈ નહોતું સૂઝતું. તેમના હાથમાં પુરાવાઓ આવી આવીને નીકળી જતા હતા. કેસની ફરીથી તપાસ કરવા માટે તેમને સાચી દિશા નથી મળી એવું પણ તેઓ કહી શકે તેમ નહોતાં. તેઓ પૂરી રફતારથી પોતાની મંઝિલ તરફ આગળ વધતાં હતાં. તેમનો દરેક પ્રહાર સાચી જગ્યાએ જ થતો હતો. દરેક તીર નિશાન પર ચોંટતું હતું. એક એક અનુમાનો અને શંકાઓ સાચાં પડતાં હતાં. પરંતુ તેમ છતાંય હજુ સુધી એમના હાથમાં કશુંય નહોતું આવ્યું. તેઓ કોઈ પરિણામ પર નહોતાં