સાજીશ - 6

(43)
  • 4.4k
  • 4
  • 2.7k

૬. દિલીપની તપાસ... ! દિલીપની કાર ધોબીઘાટ સ્થિત જે ચાલમાં અજિત મરચંટ રહેતો હતો ત્યાં પહોંચીને ઊભી રહી એ વખતે સાંજના પાંચ વાગ્યા હતા. ચાર માળની એ ચાલમાં અત્યારે પણ રાબેતા મુજબ શોરબકોર અને દેકારો થતો હતો. અત્યારે દિલીપની સાથે રજની, માલા અને ધીરજ પણ હતાં. ચારેય અજિત મરચંટના રૂમ પાસે પહોંચ્યાં. રૂમના દરવાજા પર હજુ પણ પૂર્વવત્ રીતે તાળું લટકતું હતું. તેમણે આજુબાજુમાંથી બે સાક્ષીઓને બોલાવીને તેમની હાજરીમાં તાળું તોડી નાખ્યું અને પછી દરવાજો ધકેલીને રૂમમાં પ્રવેશ્યાં. તેમણે જોયું તો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો, કોઈ વસ્તુ પોતાના ઠેકાણે નહોતી પડી. અડધાં કપડાં કબાટમાં પડ્યાં હતાં તો અડધાં બહાર હતાં.