૩. બહુરૂપી ખૂની... ! સી.આઈ.ડી.ના તમામ એજન્ટો ટોઇલેટ પાસે એકઠા થઈ ગયા હતા. દિલીપના ચહેરા પર નિરાશા ફરી વળી હતી જ્યારે આંખોમાંથી આક્રોશ નીતરતો હતો. ‘નાલાયક... !’ ગુલામ, બેગમ, બાદશાહ જોઈને એ ધૂંધવાતા અવાજે બોલી ઊઠ્યો, ‘બહુરૂપી ખૂની... ! હરામખોર વધુ એક ખૂન કરવામાં સફળ થઈ ગયો... !' ‘દિલીપ... !’ રજનીએ આગળ વધીને એની પાસે પહોંચતાં કહ્યું, ‘આ ખૂનમાં ‘બહુરૂપી ખૂની'ની બુદ્ધિમત્તા ઓછી ને અજિતની બેવકૂફી વધુ કારણભૂત છે... ! જો એ રૂમમાંથી ન નાસી છૂટ્યો હોત તો અત્યારે તેની આ હાલત ન હોત !’ 'હં...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. ‘દિલીપ... !' સહસા ધીરજ કશુંક વિચારીને બોલ્યો, મૃતદેહમાંથી જે રીતે