ભૂતનો ભય ૧૬- રાકેશ ઠક્કરછોડીશ નહીં... ‘હા હા હા....’ ત્રણેય બાજુથી નેપલીને રાક્ષસો જેવું હાસ્ય સંભળાઈ રહ્યું હતું. એ ત્રણ વાસનાગ્રસ્ત યુવાનો વચ્ચે ઝૂલી રહી હતી. આજે રોજની જેમ એ ગાયમાતા માટે ચારો-પાંદડા લેવા ગામની સીમ પાસે આવી હતી. આજે એને થોડું મોડું થઈ ગયું હતું. સૂર્ય ઢળી ગયો હતો. એને ખબર ન હતી કે એના જીવનમાં પણ અંધારું ઘોર થઈ જવાનું છે. એ ઘર તરફ ઉતાવળા પગલે જઈ રહી હતી ત્યારે બે બાઇક પર ગામના ત્રણ યુવાનો આવ્યા. એ ત્રણેયને ઓળખતી હતી. ગામના ઉતાર જ હતા. એક બાઇક પર જંગનની પાછળ બેઠેલા મુરાદે ઉતરીને એનું મોં દબાવી કમરથી પકડીને