નવ્વાણુંનો ધક્કો…

  • 3k
  • 1
  • 1.3k

‘નવ્વાણુંનો ધક્કો વાગ્યો’ એવી કહેવત તમે સાંભળેલી? આને નવ્વાણુંનો ધક્કો વાગ્યો નથી. આને વાગ્યો એમ કહે છે ને? એ શું હશે? તો કે…એક વણિક શેઠ હતા. બાજુના ઘરમાં એક સુલેમાન ઘાંચી રહેતો હતો! એ ઘાંચીનો ધંધો તેલનો, તે એણે એ કાઢી નાખ્યો, એ ધંધો ના ચાલ્યો એટલે પછી શાકભાજી વેચી ખાતો હતો. માર્કેટમાંથી શાકભાજી લઈ આવે ને પછી વેચી ખાય. એટલે શાકભાજીનો ધંધો સારો ચાલ્યો. લત્તો સારો હતો ને! તે રોજ પાંચ-સાત રૂપિયાની કમાણી થાય. અને જ્યારે ઓછામાં ઓછા પગાર હતા, પચાસ રૂપિયાના, તે જમાનામાં, તેમાં આ આટલા કમાય એટલે પછી એ રાજા જ કહેવાય ને? તે પછી શું કરે?