"લવ યુ યાર" ભાગ-22 એરપોર્ટ ઉપર આવીને ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ તેમનું ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય અને તેમના જીવથી પણ વધુ વ્હાલા બાળકો તેમને ક્યારે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે ઓફિસના કેટલાક જૂના વફાદાર માણસો પણ હાથમાં સુંદર બુકે સાથે પોતાના સર અને મેડમને આવકારવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા હતા. દરેકની આંખમાં હર્ષના આંસુ હતા. સાંવરીએ અને મિતાંશે ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો અને તેમને બંનેને જાણે કંઈક અલગ જ અહેસાસ થયો, કંઈક અલગ જ ખૂશ્બુ આવી પોતાના વતનની માટીની ખૂશ્બુ અને પોતાના માણસોના અદમ્ય પ્રેમનો અહેસાસ જેમને લંડનમાં રહે રહે બંને