ભૂતનો ભય - 14

  • 2.8k
  • 1
  • 1.4k

ભૂતનો ભય ૧૪- રાકેશ ઠક્કરમૂન ટુ સન રોહલ રાત્રે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે સામે એક સ્ત્રીએ હાથ ઊંચો કરી ઊભા રહેવા ઈશારો કર્યો. રોહલ એકલો જ હતો અને રોજ રાત્રે મોજમજા માટે નીકળી પડતો હતો. એકલી સ્ત્રીને જોઈ એની કામવાસના ભડકી ગઈ. એણે કારને બ્રેક મારી અને ઊભેલી સ્ત્રી તરફ એક નજર નાખી. એ ઇશારાથી એને લિફ્ટ આપવા કહી રહી હતી. એની બાજુમાં સ્કૂટર પડ્યું હતું. રોહલે વિચાર્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો કેમ લાગી રહ્યો છે? રાત્રે શરાબના નશામાં કોઈ ભ્રમ થઈ રહ્યો હશે એમ માની કારના ડાબા દરવાજાનો કાચ ખોલી મોકો ઝડપી લેવા પૂછ્યું:‘ક્યાં જવું છે?’