બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

  • 1.9k
  • 1
  • 860

૩૪ અમાત્ય-મહાઅમાત્યની પરંપરા કેશવે મહારાજને એકલા જોવાની આશા રાખી હતી. એણે આશ્ચર્ય થયું. મુંજાલ મહેતાને પણ અત્યારે આંહીં જોઇને એ સ્તબ્ધ થઇ ગયો. પોતે જે કામ માટે આવ્યો છે, એ જ કામ માટે કદાચ મુંજાલ મહેતો પણ આવ્યો નહિ હોય? નમીને એ ત્યાં ઊભો રહ્યો. પણ એણે રાહ જોવી પડી નહિ. મહારાજે જ એને કહ્યું: ‘કેશવ નાયક! મહીડાને મારવા ખેંગાર ગયો છે એ સાચું? તને ખબર પડી છે કાંઈ? આપણે જરાક સમાધાનવૃત્તિ બતાવી કે એણે તો તરત લાભ લીધો! તું આવ્યો છે, તે તારી પાસે બીજી કોઈ માહિતી છે? ક્યારે ગયો? ક્યારે આવવાનો છે?’ પોતે ધાર્યા કરતાં જુદી જ વાત