બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

  • 2.1k
  • 1
  • 980

૩૩ જગદેવે શું કહ્યું? મુંજાલ ઝાંઝણના શબ્દ ઉપર વિચાર કરી રહ્યો. પાટણમા અમાત્ય-મહાઅમાત્યની જે પરંપરા ચાલતી આવતી હતી તે અદ્રશ્ય થશે કે શું – એ ભય આજે એને વધારે સ્પર્શી ગયો. એણે લાગ્યું કે મહારાજે આવા કાલ્પનિક કારણે રાજનીતિની રેખા લોપી એમાં એક ભયંકર ભૂલ થઇ છે. ખેંગારને એનાથી છૂટું દોરડું મળ્યું એ પણ ઠીક – જે રાજનીતિની રેખાને આટલાં ગાંભીર્યથી એણે ખેંગાર પાસે થોડા દિવસ ઉપર જ રજૂ કરી હતી – અરે, જે ગંભીરતાનો ખેંગાર જેવા પાસે એણે સ્વીકાર કરાવ્યો હતો તે ગાંભીર્યનો આજે મહારાજને હાથે ઉપહાસ થયો હતો – અને તે પણ એક વખત એમણે પોતાની નીતિ સ્પષ્ટ