બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 32

  • 2.1k
  • 1
  • 1.1k

૩૨ રા’ ખેંગાર વચન પાળે છે મુંજાલનું અનુમાન સાચું હતું. ખેંગારે ઘા આજે જ મારી લેવાનો નિશ્ચય કર્યો હતો. આજે એ ઘા ન મારી શકે, તો પછી ક્યારેય ન મારી શકે. રાજદરબારમાં મદનપાલની હવેલીએ જતાં આખે રસ્તે ખેંગાર વિચાર કરી રહ્યો હતો. એના મન ઉપર સિદ્ધરાજના વર્તનનો ઓછામાં ઓછો ભાર હતો. ભા દેવુભા, રાયઘણ – સૌ વિચારમાં પડી ગયા હતા. સિદ્ધરાજનું આ વર્તન ભેદભર્યું છે કે એની રાજનીતિનું એ સાચું પરિવર્તન છે એની કાંઈ સમજણ જોઇને પડી નહિ.  મહીડાજી વિષે તો કોઈ કાંઈ બોલ્યું જ ન હતું! સાચું શું? મુંજાલે ખેંગારને કહ્યું હતું કે સિદ્ધરાજે જે કહ્યું તે? ત્યારે મુંજાલ