બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

  • 2.3k
  • 1
  • 1.2k

૩૧ ખેંગારની ખુમારી રૂંધાય છે! ખેંગારના પ્રશ્ને મંત્રણાસભામાં એક પ્રકારનું ગંભીર વાતાવરણ પ્રગટાવ્યું હતું. રાજદરબારમાં સોરઠી મંડળ આવ્યું ત્યારે હજી કોઈ નિર્ણય થઇ શક્યો ન હતો. સાંતૂએ બે દિશાના એકીસાથે આવનારા ભય સામે સાવધાનીનો સૂર મૂક્યો હતો. મુંજાલ તક જોવાની તરફેણમાં હતો. આ ત્રિભુવન અનિવાર્ય હોય તો તાત્કાલિક યુદ્ધ ઉપાડવાના અને અનિવાર્ય ન હોય તો જ રાહ જોવાની રાજનીતિમાં માનતો હતો. મુંજાલનો સાવધાનીનો સૂર પણ ગૌરવ જળવાય એવી રીતે જ રાહ જોવાની વાતો કરતો હતો. રાજમાતાએ જૂનોગઢના અજિત કિલ્લાની વાત સાંભળી હતી: ‘તારા કોટકિલ્લા હજી થાય છે, જયદેવ! માલવાની રાજનીતિ સ્પષ્ટ નથી, લાટ વિષે ત્રિભુવન શંકામાં છે, એવે વખતે એટલું