બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 30

  • 2.1k
  • 1
  • 1.2k

૩૦ ખેંગારની યોજના ખેંગાર જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે એણે મંદિર બહાર કેટલાંક ઘોડાં ને સાંઢણીઓ દીઠાં. તાપણું સળગાવીને બે-ચાર ચોકીદાર ત્યાં બેઠા હતા. ખેંગારને દેખીને પહેરેગીરે એણે પડકાર્યો. ખેંગાર અંદર ગયો તો રાયઘણ એની જ રાહ જોતો બેઠો હતો. રાયઘણની પાસે જમાનાનો ખાધેલ, રંગે કાંઈક ગોરો એક વૃદ્ધ બેઠો હતો. એણે ધોળા નિમાણા, વૃદ્ધ છતાં સશક્ત અંગ, જમાનો જોયેલ અનુભવી ચતુર આંખો આટલી ઉંમરે પણ આ ભાર સહેવાની શક્તિ – ખેંગારે એને પ્રથમ બે હાથ જોડ્યા: ‘કાં ભા! દેવુભા! તમે પણ આવ્યા?’ રા’ વંશપરંપરાના બહુ જ જૂના ભાયાત મુત્સદ્દીઓમાં દેવુભા હતા. તેઓ ઘણા ચતુર ગણાતા. ખરી મુશ્કેલીમાં એમને રસ્તો કાઢતા