બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 29

  • 2k
  • 984

૨૯ ખર્પરક પણ થંભી જાય છે જેમજેમ દિવસો જતા ગયા, તેમતેમ રા’ ખેંગારને ચટપટી થવા લાગી હતી. પંદર દિવસ તો જોતજોતામાં વહી ગયા. મહીડાને આપેલી પહેલી મુદત તો ચાલી ગઈ. બીજી મુદત પણ ચાલી ન જાય તે માટે એણે દેશળને અને વિશળને રાયઘણ સાથે તુરત જ નીકળવાનું કહેવરાવ્યું હતું. રાયઘણ આવવાની હરપળે રાહ જોતો હતો. મહીડાજીને માપવો બાકી હતો. એણે દેવડાજીને ત્યાં રહેવાનું તો ક્યારનું છોડી દીધું હતું. એ અવારનવાર મુંજાલ મહેતાને મળતો, પણ દેવડીની વાતની લેશ પણ ગંધ ક્યાંય ન જાય એની પૂરેપૂરી તકેદારી રાખી રહ્યો હતો. દેવડોજી પોતે જે જાણતો તે બોલે તેમ ન હતો, કારણ કે એને