બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

  • 2.2k
  • 1
  • 1.2k

૨૭ કેશવની મનોવ્યથા ચંદ્રમા ભલે ને વિમાનમાં દોડે, પણ એમ રાણકદેવીની સુંદરતા જોઇને, ઘેલી કવિતાને ચાળે ચડે એવા ગાંડા પાટણના વણિક રાજમંત્રીઓ ન હતા. તેઓ તો તેલ જુએ, તેલની ધાર જુએ ને પછી પગ માંડે. સિંહાસન પાટણનું વર્ષોથી જે પ્રણાલિકાને આધારે ટકતું આવ્યું હતું, એ પ્રણાલિકા તોડી નાખવાનો ખુદ જુવાન રાજાને પણ અધિકાર નથી એમ તેઓ માનતા. એટલે એને બે ઘડી ઘેલાં કાઢવાં હોય તો ભલે કાઢે, બાકી દેવડી પાટણના સિંહાસને ન જ આવી શકે. એ સિંહાસને તો જે આવતું હોય તે આવે. લાટની કન્યા આવે, માલવાની કન્યા આવે, ચેદિરાજની કન્યા આવે. ભીમદેવ મહારાજે ભૂલ કરી હતી – ચૌલાદેવીને લાવવાની,