બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 23

  • 2.2k
  • 1
  • 1.2k

૨૩ સોનલદે કવિતા વિના માણસ જીવી શકતો નથી એ જેટલું સાચું છે, તેટલું જ આ પણ સાચું છે કે વિધાતા પણ અવારનવાર કવિતા કર્યા વિના રહી શકતો નથી. એટલે તો એ કલ્પનામાં પણ ન આવી શકે એવા સુંદર અકસ્માતો એ કરે છે. કોઈ ભયંકર ખડકમાં એવું તો રમણીય ફૂલ મૂકી દે છે કે દુનિયા-આખી મોંમાં આંગળાં નાખીને એ જોયા જ કરે! એવો એક અકસ્માત એણે સિંધના રણમાં કર્યો. એ રણમાં એણે એક પદ્મિની સરજી. એણે એને એટલું રૂપ આપ્યું કે એથી વધારે અપાયું હોત તો હજારો માણસોને સેંકડો વર્ષ સુધી કદરૂપાં કરવાં પડત. વિધાતાની પાસે પણ કાંઈ રૂપના ભંડાર ભર્યા