બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 19

  • 2.6k
  • 1
  • 1.4k

૧૯ બર્બરકજિષ્ણુ સિદ્ધપુર પાસેના વિસ્તીર્ણ ભયંકર જંગલની એક નાનીસરખી કેડી ઉપર ત્રણ માણસો જઈ રહ્યા હતા. સંધ્યાનો સમય હતો. આકાશમાંથી અંધારું ધીમીધીમે ઈચ્છે ઊતરતું આવતું હતું. આ ત્રણે જણા ઉતાવળમાં હોય તેમ ઝપાટાબંધ ચાલી રહ્યા હતા. ત્રણેમાંથી કોઈ કાંઈ બોલતું ન હતું. કેડીએ-કેડીએ તેઓ એક નીલા ઘાસછવાયા મેદાનમાં આવી પહોંચ્યા. મેદાનની ચારે તરફ જંગલ ઝૂકી રહ્યું હતું. મેદાન વીંધે એટલે જંગલની શરૂઆત થતી હતી. આ જંગલ એટલું ગાઢ હતું કે એનો સામેનો પાર કોઈએ કોઈ દિવસ જોયો ન હતો, મહાન સમુદ્રની જેમ એ અનંત હતું. ‘ઝાંઝણ!’ વચ્ચે ચાલી રહેલાં રાજવંશી જેવા માણસે કહ્યું, ‘રસ્તાની બરાબર ખાતરી છે કે? હવે અંધારું