બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 18

  • 1.8k
  • 1
  • 1.1k

૧૮ મુંજાલે પ્રાપ્ત કરેલું મહત્વ જયસિંહદેવ રા’ની પછવાડે ગયો છે એ સમાચાર ત્રિભુવનને મળ્યા, ત્યારે પહેલાં તો એ આભો જ બની ગયો હતો. એનાથી છૂટ્ટા પડ્યાને હજી તો બહુ વખત પણ થયો ન હતો. પણ જ્યારે પૃથ્વીભટ્ટે બધી વાતની એને સમજણ પાડી, ત્યારે એને આશ્ચર્ય થયું હતું. એટલે હવે એક ક્ષણના પણ વિલંબ વિના મહારાજની પાછળ દોડવું જોઈએ, એટલે તેણે તરત જ એક ઝડપી સાંઢણી લીધી હતી, થોડા સવારો સાથે લીધા હતા, બીજાને પાછળ આવવાનો માર્ગ બતાવ્યો હતો. મુંજાલને એકને કાને વાત નાખી હતી અને તરત મહારાજની પાછળ જવા માટે એ ઊપડી ગયો હતો.  ત્રિભુવનપાલ ગયો, એટલે પાટણમાં જેના ઉપર