બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

  • 1.6k
  • 1
  • 1k

૧૫ જયસિંહદેવ અદભુત દ્રશ્યો જુએ છે જયદેવ યોગાસન લગાવીને ત્યાં બેઠો હતો. તેની આગળ  હોમવાનાં દ્રવ્યોનો ઢગલો પડ્યો હતો. એક બાજુ લાલધોળાં કરેણના ફૂલનો ગંજ ખડકયો હતો. સરસવ, તિલ, જવ, લીબું વગેરે હવન માટેના જુદાજુદા પદાર્થો આસપાસ પડ્યા હતા. જગદેવની નજર કુંડના અગ્નિ ઉપર સ્થિર થઇ ગઈ હતી. આગળ, પાછળ, પાસે દૂર –  ક્યાંય તે જોતો ન હતો. કોણ આવે છે, જાય છે એની જાણે એને પડી ન હોય તેમ એ પોતાનાં હોમદ્રવ્યોમાં નજર પરોવીને કુંડ ઉપર જ દ્રષ્ટિ રાખીને બેઠો હતો. જયસિંહદેવ નિશ્ચિંત થયો. જગદેવે એને જોયો ન હતો. અત્યારે બીજે ક્યાંય એનું ધ્યાન જાય તેમ ન હતું. તે