બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 14

  • 2k
  • 1
  • 1.1k

૧૪ હિંગળાજ ચાચરનો આરો ખરી અવદશા તો બિચારા સીંધણની થઇ. એ શિવમંદિરે ગયો તો ખરો, - પણ ત્યાં રા’ કેવો? એના હાંજા જ ગગડી ગયા. કોને કહેવું એની એને પહેલાં તો સમજણ જ પડી નહિ. રાજમહાલયના ભોંયરામાં રા’ રહેતો – એટલે વધુ ચોકીપહેરો રાખવાની કોઈને જરૂર લાગી ન હતી. મુખ્ય દ્વાર ઉપરના પહેરેગીરો તપાસ્યા વિના કોઈને બહાર જવા જ ન દે એ આશ્વાસન લઈને એકીશ્વાસે ખર્પરકને ખબર કરવા દોડ્યો, પણ ખર્પરક જ મળે નહિ. એને હવે સાંભર્યું કે બે પળ માટે પાલખી થોભી તો હતી. તે રાજમહાલયના મુખ્ય દ્વાર પાસે પહોંચ્યો. ખબર મળ્યા કે એક પાલખી બહાર ગઈ, પણ એમાં