બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 10

  • 2.5k
  • 1
  • 1.6k

૧૦ જગદેવ જયદેવને મળે છે થોડી વાર પછી આગળ કેશવ ને પાછળ જગદેવ એમ રાજમહાલયના અંદરના ભાગમાં આવતા બંને દેખાયા. જ્યાં તેઓ જઈ રહ્યા હતા એ એ જ મંત્રણાખંડ હતો, જ્યાં મૂલરાજ સોલંકીના સમયથી અનેક વખત અનેક યુદ્ધો અને સંધિઓની મંત્રણા થઇ હતી. વિશાળ રાજમહાલયના અંગેઅંગને પોતાનું વાતાવરણ હતું. જગદેવ ચારે તરફ નજર ફેરવી રહ્યો. આગળ ચાલીને કેશવ માહિતી આપતો બોલી રહ્યો હતો: ‘પેલો ખંડ છે નાં, સામે દેખાય –’ કેશવે હાથથી બતાવ્યું, ત્યાં જગદેવે જોયું. ‘ત્યાં એક વખત વાચિનીદેવી રહેતાં હતાં.’ ‘જેણે ચામુંડારાજને ગાદી ઉપરથી ઊઠાડી મૂક્યા હતા તે?’ જગદેવને આ ઈતિહાસ જાણીતો લાગ્યો. ‘હા, એ. અમારું પટ્ટણીઓનું એ