બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 9

  • 2.6k
  • 1
  • 1.7k

૯ મુંજાલે દંડનાયકને શું કહ્યું? દંડનાયક, ત્રિભુવનપાલની અસમાન્ય લોકપ્રિયતા મુંજાલને જાણીતી હતી. અને જયદેવ મહારાજથી બીજે જ સ્થાને એનું નામ લોકમાનસમાં નિશ્ચિત થઇ ચૂક્યું હતું. લોકોને ત્રિભુવનપાલ દંડનાયકની રાજભક્તિમાં દેવપ્રસાદનો પડધો દેખાતો. એની રાજભક્તિએ એને દેવ જેવો શ્રેષ્ઠ અને નરોત્તમ બનાવ્યો હતો. એને સ્થાનભ્રષ્ટ કરવો એ કામ સહેલું ન હતું. એ રાજમંત્રીઓનો દેખીતો મિત્ર હતો, પણ અંદરખાનેથી રજપૂતી ખમીરનો પરમ ઉપાસક હતો. એ જગદેવ પરમારને આંહીં લાવતો હતો એમાં પણ એની ઈચ્છા કાંઇક આવી હતી. મુંજાલ મળવા ગયો હતો ત્યારે દંડનાયક એની સામે બેઠેલા કોઈ પુરુષ સાથે વાત કરી રહ્યો હતો. મુંજાલને આવતો જોયો એટલે એ અજાણ્યો માણસ ઊભો થઇ