૭ રા’નો સંકેત રા’ સમજી ગયો હતો કે રાજસભા વીખરાઈ જાય તે પહેલાં ચાલતી પકડી લેવામાં ડહાપણ હતું. તેણે રાજદરબારમાંથી સીધો કર્ણાવતીનો માર્ગ પકડી લીધો. થોડે સુધી તો એણે નાગવેલને ખંખેરી મૂકી. બપોરનો વખત થયો ત્યારે એક વાડીએ એણે મુકામ કર્યો. પણ પળ-બે-પળ ન થઇ ત્યાં એને કોઈ ઘોડેસવારનાં પગલાં સાંભળ્યાં. આતુર નયને કોઈ આવી રહ્યું છે એની એ પ્રતીક્ષા કરવા મંડ્યો. ઝાડના ઝૂંડ પાછળથી એક સવાર આ તરફ આવતો લાગ્યો. ‘આ તો પેલો ઓટીવાર ખર્પરક લાવે છે, રાણંગ!’ ‘પ્રભુ! છે તો એ જ!’ ‘અલ્યા! કેમ આવ્યો છે? છે કાંઈ સમાચાર? કાંઈ નવાજૂની તો થઇ નથી નાં? ‘કાંઈ નવી ને