બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 6

  • 2.2k
  • 1
  • 1.4k

૬ જયસિંહ મહારાજની પહેલી રાજસભા તરુણ જયસિંહદેવે રાજસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ એની વેધક દ્રષ્ટિ રાજસભા-આખી વીંધીને, રાજદરબારની બહાર ચોગાનમાં માનવમેદની મળી હતી ત્યાં સુધી ચાલી ગઈ. તેણે રાજસભામાં ચારે તરફ એક નજર ફેરવી લીધી. રા’ને ક્યાંક દીઠો નહિ. એ છટકી જાય તો લોકમાં નવી શંકા જન્મે ને આજનું ન્યાયનું કામ ખોરંભે પડે.  ‘રા’ ક્યાં છે, મહેતા? કેમ દેખાયા નહિ?... આંહીં સૌને ભેગા કર્યા છે. અંદર રાજમાતા પાસે આચાર્ય ભાભૂદેવ, કુમારશર્માજી, શ્રેષ્ઠીજી – સૌ આવી ગયા છે અને રા’ પોતે જ કેમ દેખાતા નથી? ક્યાંક ઊપડી ગયા હોય નહિ! કેમ હજી દેખાયા નહિ? આંખમાં ક્યાંક ધૂળ નાખી જાય નહિ!’