બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 3

  • 3.1k
  • 1
  • 2k

૩ જગદેવને પાટણમાં રસ પડે છે રા’ મદનપાલની હવેલી પાસે પહોંચ્યો, તો ત્યાં માણસો માતા ન હતાં. સેંકડો માણસો મદનપાલના મૃત્યુસમાચાર સાંભળીને ત્યાં ભેગા થઇ ગયા હતા. કોઈ કાંઈ બોલતું ન હતું. પાટણમાંથી એક સાડસતી ગયાનો સૌના મનમાં ઊંડો સંતોષ હતો. મહારાજ કર્ણદેવના સમયનો અધમૂર્ખ મદનપાલ ધીમીધીમે એવો શઠ ને ઠગ બન્યો હતો કે પાટણને એ ક્યારે દગો દેશે એ કહેવાય તેમ ન હતું. રા’ સાથે, લાટ સાથે, કદાચ બર્બરક સાથે એની છાનીછપની ગોષ્ઠિ ચાલી રહેલી હોય તો ના નહિ, એમ બધાને શંકા હતી જ. સૌ એને પાટણમાંથી કાઢવા આતુર હતા. એ જાય એમ મહાઅમાત્ય પણ ઈચ્છતા હતાં. પણ એ