મોરપંખ કે કૃષ્ણપંખ?

  • 2.6k
  • 2
  • 894

મોરપંખ કે કૃષ્ણપંખ"દાદીમાં હું બેસું કે?"પાંચ વર્ષનો વિહાંગ હજી રશ્મિકાબેન કંઈ જવાબ આપે કે તેમની તુલસીની માળા નીચે મૂકે એ પહેલા ધબ દઈને એમના ખોળામાં બેસી ગયો. વિહાંગ રશ્મિકાબેનના હાથમાંથી તુલસીની માળા ખેંચતા બોલ્યો, " બા, આ લાલાએ દૂધ પી લીધું? ખાવાનું ખાઈ લીધું?" રશ્મિકાબેન હસીને બોલ્યા," હા. લાલાએ કાનુડાએ દૂધ પણ પી લીધું ને પ્રસાદ પણ ખાઈ લીધો, તો હવે એ અમારા લાલાને આપવાનો ને!" વિહાંગે હસીને ચાંદીની કટોરીમાંથી ગોળનો ગાંગડો તુલસીના પત્તા સાથે મોઢામાં મૂકી દીધો.પછી ચાંદીની નાની વાટકી ઉપાડી દૂધ ગટગટાવી દીધુ. રશ્મિકાબેન બોલ્યા,"કેમ બેટા? બાએ શું કહ્યું છે તને? પહેલા શું કરવાનું?" " ભૂલી જ ગયો,