ડાયરી - સીઝન ૨ - દેવો ભૂત્વા દેવમ્ યજેત્

  • 1.8k
  • 852

શીર્ષક : દેવો ભૂત્વા દેવમ્ યજેત્ ©લેખક : કમલેશ જોષી ‘કહીં તો હૈ સપના, કહીં પર યાદ, કહીં તો હસી રે, કહીં ફરિયાદ, પલછીન પલછીન...’ તમને આ પંક્તિઓ યાદ છે? શું તમને ‘ગુરુ, કાદરભાઈ, હરી, ખોપડી, રાધા, ગણપત હવાલદાર’ વગેરે પાત્રો યાદ છે? અરે, અરે ક્યાં ખોવાઈ ગયા? સ્કૂલના શિક્ષક કે બેન્કના મેનેજરમાંથી અચાનક મોટી બહેનની આંગળી પકડીને શેરીમાં નીકળતો કે મમ્મીના ખોળામાં માથું ટેકવી ટીવી સામે જોતો નાનકડો ટપુડિયો બની ગયા? યેસ, પહેલી પંક્તિ ‘બુનિયાદ’ સિરીયલનું ટાઈટલ સોંગ છે અને એ પછી આપેલા પાત્રોનું લીસ્ટ એટલે 'નુક્કડ' સિરીયલના કલાકારો. આજથી ત્રણ ચાર દસકાઓ પહેલા, એંસી નેવુંના દસકામાં દૂરદર્શન પર