આચલ ઘરે પહોંચી. હજી તો ઘરમાં પગ જ મૂક્યો હતો ત્યાં માલતીબેન એ સવાલો નો મરો શરૂ કર્યો. “શું થયું બેટા?” ,“તમને પોલીસ સ્ટેશન કેમ બોલાવ્યા હતાં?” ,“પેલો ખૂની મળી ગયો?” વગેરે વગેરે....“મમ્મી શાંત થા.બેસ અહીંયા.”કહી આચલ એ માલતીબહેન ને સોફા પર બેસાડ્યાં.અને પાણી આપ્યું. થોડી વાર શાંત થયા બાદ આચલએ બોલવા નું શરુ કર્યું. મમ્મી અમને ફક્ત અમુક સવાલ જવાબ માટે જ બોલાવ્યા હતાં.બીજું કંઈ નહોતું.“એટલે કે ઓલો હજી પકડાયો નથી?”“ના”“માલતી તું થોડી ધીરજ રાખ .બધું સારું જ થશે.”રમેશભાઈ એ કહ્યું.“આવા માં ધીરજ કેમ રખાય.જ્યારે દીકરી પર મોત ભમતું હોય.”“મમ્મી સત્યવાન જલ્દી જ પકડાઈ જશે.તું ચિંતા નહીં કર.”આટલું કહી