ભૂતનો ભય - 13

(12)
  • 2.7k
  • 2
  • 1.5k

ભૂતનો ભય ૧૩- રાકેશ ઠક્કરપૂર્વજન્મની કહાણી વારિતાને બીજી વખત મા બનવાની તક મળી ત્યારે એના મનમાં એક ભય વારંવાર ફૂંફાડા મારતો હતો કે આ વખતે એવું નહીં થાય ને? પહેલી વખત મા બનવાની જે ખુશી અને ઉત્સાહ હતો એ નંદવાઈ ગયા પછી એક ડર સતત એને કોરી ખાતો હતો. પહેલી વખત એ ગર્ભવતી બની ત્યારે કેવા કેવા સપનાં જોયાં હતા. પેટમાં બાળકને કોઈ તકલીફ ન હતી. પણ જ્યારે સંતાન આ દુનિયામાં આવ્યું ત્યારે મૃત હાલતમાં આવ્યું. એ આવ્યું પણ ના આવ્યું જ કહી શકાય. વારિતા અને એની સાસુ જેનાબેનને આઘાત લાગ્યો હતો. કોઈને શું ડૉક્ટરને સમજાયું ન હતું કે એ