પ્રેમની અનુકંપા - ભાગ ૧૨

  • 2.5k
  • 3
  • 1.3k

પપ્પાના કહેવાથી વીર ને પ્રકૃતિ અમદાવાદના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ પર ફરવા નીકળી પડ્યા. તેઓ પહેલા રિવરફ્રન્ટ પહોચ્યા. સાબરમતી નદીના કિનારે તેઓ સાથે ચાલતા ચાલતા વાતો કરતા રહ્યા અને પછી એક યાદગીરી બની રહે તે માટે બંનેએ સાથે ઘણી સેલ્ફી મોબાઈલમાં કેદ કરી. જે રીતે સાથે ફરી રહ્યા હતા તે જોતાં એવું લાગે કે બન્ને પ્રેમીઓ છે. અને રોમેન્ટિક પળો સાથે વિતાવી રહ્યા છે.પ્રકૃતિ અને વીર બન્ને નજીક બેસીને વાતો કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યો યુવક તેમની તરફ નજર રાખીને બેઠો હતો. પ્રકૃતિ વાતોમાં મશગુલ હતી જ્યારે વીર આજુ બાજુ નજર કરી રહ્યો હતો ત્યારે તેની નજર પેલા યુવાન