ક્રિમિનલ કેસ - ભાગ 13

  • 3k
  • 2
  • 1.8k

નયનના ઘર પાસે મીડિયા અને પોલીસ નો જમાવડો થયો હતો. નયનના આમ અચાનક મૃત્યુ પાછળ બધા દુઃખી હતા. એક જ ભય તેમના મનમાં હતો, કે હવે કોણ મૃત્યુ પામશે.બધા એ જ પોલીસ પ્રોટેક્શન માટે અરજી આપી હતી અને બધા ના જ ઘરે પોલીસ પ્રોટેક્શન માટે પોલીસ મોકલી આપવા માં આવ્યા હતાં. આચલ, પીહુ, કામ્યા અને પર્વ બધા ટેન્શનમાં હતાં.કારણ નયનનું મર્ડર પણ એવી જ રીતે થયું હતું કેવી રીતે વાનીનું. તેની બાજુ માં પણ જોકરનું માસ્ક મળ્યું હતું અને હાથ પર ક્રોસ(x) નું નિશાન કરેલું હતું. ઘણી તપાસ કરતાં પણ પોલીસ ને કોઈ સાબૂત મળ્યાં નહોતા. ઇન્સ્પેક્ટર અજય જ આ