જલપરી ની પ્રેમ કહાની - 28

  • 2.5k
  • 1k

મીનાક્ષી ના ગળે વળગીને રડી રહેલા મુકુલનો સ્પર્શ મીનાક્ષી ને મુકુલ તરફ આકર્ષિત કરી રહ્યો છે. એ મુકુલ ને આશ્વાશન આપવા માંગે છે પણ એ ખુદ મૂંઝવણ માં છે કે તેની પોતાની સાથે આખરે આ શું થઈ રહ્યું છે. જીવનમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે કોઈ મીનાક્ષી થી આટલું નિકટ આવી ગયું છે. એના ખભા ઉપર દુઃખથી, પીડાથી તડપી રહેલા મુકુલ નું માથું છે, મીનાક્ષી ને મુકુલ સાથે પૂરી સહાનુભૂતિ છે છતાં ખબર નહિ કેમ પણ મુકુલ નો આ સ્પર્શ મીનાક્ષી ને જાણે રોમાંચિત કરી રહ્યો છે. મુકુલ નો સ્પર્શ એને ગમી રહ્યો છે. મુકુલે મીનાક્ષી ની કમરને