ડાયરી - સીઝન ૨ - જિંદગી ના મિલેગી દોબારા

  • 1.4k
  • 524

શીર્ષક : જિંદગી ના મિલેગી દોબારા ©લેખક : કમલેશ જોષી એક વડીલ બહુ જિંદાદિલ. ક્યારેક એમના ઘરે હાર્મોનિયમ, તબલા, ખંજરી, મંજીરા લઈ ફેમિલી આખું ગોઠવાઈ ગયું હોય અને જુના-નવા ફિલ્મી ગીતોની મહેફિલ મોડી રાત્રી સુધી ચાલે તો ક્યારેક એ વડીલ આખા ફેમિલી સાથે કોઈ ટૉકીઝ, હોટેલ, કે વોટરપાર્કમાંથી હસતાં ખીલતાં બહાર નીકળતા જોવા મળે, ક્યારેક અમારી સોસાયટીના મંદિરમાં સુંદર મજાના ભજનો એ સંભળાવે તો ક્યારેક વડીલોની મંડળી ભરી નાસ્તા-પાણીની જયાફત ઉડાવતા જોવા મળે. એ જયારે પણ મળે તરોતાજા, હસતા-ખીલતા અને મોજીલા મૂડમાં જ જોવા મળે. એક દિવસ એ અમારી સાથે બેઠા હતા ત્યારે અમારામાંથી એક સમજુ મિત્રે જીજ્ઞાસાવશ એમને પ્રશ્ન