ડાયરી - સીઝન ૨ - પુરુષોત્તમ મહિનો

  • 1.7k
  • 766

શીર્ષક : પુરુષોત્તમ મહિનો ©લેખક : કમલેશ જોષી “અત્યારે પરશોતમ મહિનો ચાલી રહ્યો છે, મારે એકટાણું છે.” એક દિવસ કોલેજ કેન્ટીનમાં અમારા ટીખળી મિત્રે સમોસા ખાવાની ના પાડતા આ વાક્ય કહ્યું કે તરત જ સમજુ મિત્રે એને ટપાર્યો, “પરશોતમ નહિ ડોફા, પુરુષોત્તમ”. અમે સૌ સમજુ અને ટીખળી સામે વારાફરતી તાકી રહ્યા. એક ગંભીર મિત્રે કહ્યું, “મારા દાદા કહેતા કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુરુષોત્તમ વાળું જ આ પુરુષોત્તમ કે નહીં?” સમજુ તરત બોલ્યો, “યેસ, એક્ચ્યુલી, ઘણી ટાઈપના અવતાર હોય છે. જેમકે આવેશ અવતાર, આંશિક અવતાર, પૂર્ણ અવતાર વગેરે”. એ અટક્યો