ડાયરી - સીઝન ૨ - નારી તું નારાયણી

  • 1.3k
  • 480

શીર્ષક : નારી તું નારાયણી ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમે કોલેજ કેન્ટીનમાં બેઠા હતા ત્યાં અમારા ટીખળી મિત્રે એનું વિચિત્ર ઓબ્જર્વેશન રજૂ કરતા ડિબેટ ઓપન કરી, એ બોલ્યો “મને એક વાતનું ઓબ્જેકશન છે.” અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એ આગળ બોલ્યો, “એવું કહેવાય છે કે નારી તું નારાયણી, મીન્સ કે આપણી કોલેજમાં જે ગર્લ્સ ભણે છે અથવા જે લેડીઝ આપણી આસપાસ છે એ નારાયણી છે.” ત્યાં સમજુ મિત્ર વચ્ચે જ બોલી ઉઠ્યો “એમાં ઓજ્બેકશન જેવું શું છે?” ટીખળી : “વેઇટ વેઇટ, મને બોલી તો લેવા દે, મેં એવું પણ સાંભળ્યું છે કે નર જો અપની કરની કરે