ધૂપ-છાઁવ - 109

(20)
  • 3.2k
  • 2
  • 1.8k

બરાબર 9.30 વાગ્યે અપેક્ષા અને લક્ષ્મી ધીમંત શેઠને બંગલે હાજર થઈ ગયા હતા અને બધા જ આલિશાન બંગલાના વૈભવી સુંદર ડ્રોઈંગ રૂમમાં મહારાજ શ્રી કૃષ્ણકાંતની રાહ જોતાં સફેદ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગયા હતા... થોડીવારમાં જ મહારાજ શ્રી કૃષ્ણકાંતજી પધાર્યા એટલે તેમને આદર આપતા ધીમંત શેઠ, લક્ષ્મી બા અને અપેક્ષા ત્રણેય ઉભા થયા. ધીમંત શેઠે તેમને આવકાર્યા અને સોફા ઉપર બેસવા કહ્યું. લાલજીભાઈ તેમને માટે પાણી લઈ આવ્યા તેમજ બધાને માટે ચા બનાવું ને? તેમ પૂછીને કિચનમાં ચા બનાવવા માટે ગયા. કૃષ્ણકાંતજીએ ધીમંત શેઠ અને અપેક્ષાના લગ્નનું મુહૂર્ત જોવા માટે પોતાની પાસે રહેલું પંચાંગ ખોલ્યું અને બંનેની રાશિ મુજબ