કસક - 43

  • 2.7k
  • 1
  • 1.4k

કવન રાજી હતો.આખરે તે ત્રણ એક વર્ષ પછી આરોહીની લાયબ્રેરીમાં ગયો.તે અંદરથી હજી તેવુંજ હતું જેવું આરોહી મૂકીને ગઈ હતી.બસ માત્ર બાલ્કની ના ફૂલ મુરજાઈ ગયા હતા.કવને નવા છોળ રોપ્યા.કવન આરોહીની બેસવાની સામેની જગ્યાએ તે બેસીને લખતો.તે તેવું અનુભવતો કે આરોહી ત્યાં હાજર છે. ઘણી વાર તે બાલ્કનીમાં બેસતો ઘણું બધુ વાંચતો આરોહી ને સારી રીત યાદ કરતો.તેની નાના માં નાની વાત તેને હજી યાદ હતી.આરોહીને ચા માં ખાંડ ઓછી પસંદ હતી અને કવનને વધુ. આરોહી વાંચતી વખતે ઘણીવાર તેના ચશ્મા પહેરતી.કવને કબાટ ખોલ્યો તેમાં તેના ચશ્મા હજી હતા.તેમાં કેટલીક તેની વસ્તુ હતી. જેવી કે એક નોટબુક જે તે વાંચતી