કિયાંશ - એક પ્રેમ કહાની

(16)
  • 3.8k
  • 2
  • 1.7k

“ કિયા..... એ કિયા....ચાલ જલ્દી ઉભી થા. આજે કોલેજ નો પહેલો દિવસ છે અને મારે તારા કારણે મોડું નથી પડવું.ચાલ જલ્દી...” કહેતા જ રૂપલ એ તેને હચમચાવી નાખી.“હા...પાંચ મિનિટ સુવા દે...”કહી કિયા પાછી ધાબળી ઓઢી સૂઈ ગઈ. રૂપલ જેમ ટેવાયેલી હોઈ તેમ પાછી ધાબળી ખેચી લીધી અને કિયા ને ઉઠાડવા લાગી. મહામહેનતે તેને ઉઠાડ્યા બાદ પોતે તૈયાર થવા લાગી અને કિયા નહાવા ગઈ.***“કિયા” આમ તો સ્વભાવે ખૂબ શાંત જ રહેતી પરંતુ ખોટું તેનાથી ક્યારેય સહન નહોતું થતું. જેના કારણે તેના અવારનવાર લોકો સાથે ઝગડા થઈ જતાં. પણ આ વાત થી તેને ક્યારેય કોઈ ફરક પડ્યો નહોતો.દેખાવે ખૂબ જ સુંદર હતી