પ્રણય પરિણય - ભાગ 68 - અંતિમ ભાગ

(45)
  • 4.4k
  • 4
  • 2.2k

પ્રણય પરિણય ભાગ ૬૮કાવ્યાને લઈને સમાઈરા બાજુની રૂમમાં ગઈ પછી રઘુએ ખુરશી સહિત નીચે પડેલા મલ્હારને ઉભો કર્યો અને તેના હાથપગ છોડ્યા. 'વિવાન પ્લીઝ મારી વાત સાંભળ..' એમ કહીને મલ્હારે અચાનક વિવાન પર એટેક કર્યો પણ વિવાન સજાગ હતો, તેણે હાથ આડો ધરીને એટેક ખાળ્યો. રઘુએ તરતજ મલ્હારને પાછળથી પકડી લીધો.'રઘુ.. છોડ એને..' વિવાન પોતાના હાથના આંગળાના ટચાકા ફોડતાં બોલ્યો. રઘુએ તેને છોડી દીધો. પછી વિવાન અને મલ્હાર વચ્ચે સારી એવી મારામારી થઇ. વિવાને તેને ઘણો ઠમઠોર્યો. મલ્હાર માર ખાઈ ખાઈને અધમૂઓ થઇ ગયો. વિવાને બોડીગાર્ડસને ઈશારો કરીને તેને બાજુના રૂમમાં લઈ જવાનું કહ્યું. મલ્હારે કરેલા ગુનાની કબૂલાત તો રઘુએ