પાટણની પ્રભુતા - ભાગ 21

  • 2.5k
  • 1.6k

૨૧. ઉદો મારવાડી પાટણમાં ઉંદો મારવાડી આખી રાત પોતાના ઘરની બારીએ બેસી રહ્યો. તે ઊંડો વિચાર કરતો હતો : ‘ગઈ કાલે મોડી રાત્રે તેના ઘરની સામે આવેલા ચાંપાનેરી દરવાજામાંથી એક-બે પાલખીઓ ગઈ. આવા ભયંકર વખતમાં જ્યારે પાટણના દરવાજામાંથી ચલિયું પણ જઈ શકતું નહિ, ત્યારે ત્યાંથી આ કોણ ગયું ?' તેને લાગ્યું કે પાટણના ઇતિહાસમાં એક સોનેરી પળ આવી છે; અને તેનો જો લાભ લેવાય તો પોતાનું ભાગ્ય ઊઘડી જાય. કેટલાંક વર્ષો થયાં તે પોતાનું ભાગ્ય ઊઘડવાની રાહ જોયા કરતો હતો; અને રખેને તે પળ બેદરકારીમાં ચાલી જાય, તેની એને ઘણી ચિંતા હતી. તેને પોતાનામાં અડગ શ્રદ્ધા હતી. સત્તર વર્ષની ઉંમરમાં