પાટણની પ્રભુતા - ભાગ 1

(28)
  • 9.5k
  • 4
  • 7k

(સોલંકી કર્ણદેવ અને જયદેવના સમયના ગુજરાતની ઐતિહાસિક નવલકથા) કનૈયાલાલ માણેકલાલ મુનશી 1. ભૂત ! સંવત 1150ના ગ્રીષ્મની સંધ્યા અંધકારમાં લય પામતી હતી. સાતમઆઠમનો અડધો ચંદ્ર ધીમે ધીમે તેજસ્વી થતો જતો હતો. પાટણ જવાનો રસ્તો આ વખતે શૂન્ય અને ભયંકર લાગતો. આસપાસના ઝાડોની ઘટા સમસમાટ કરતી. દૂર બોલતાં કોલાંઓની ભયંકર ચિસો કોઈ કોઈ વખત ભયાનક રીતે આ શાંતિનો નાશ કરતી હતી. આવા નિર્જન રસ્તા પર લૂંટારો અને બહારવટિયાના ત્રાસની દરકાર કર્યા વિના બે ઘોડે સવાર ઝપાટાબંધ પાટણ તરફ જતા હતા. સહુથી આગળ દોડતા ઘોડા પર બેઠેલો સવાર પ્રચંડ અને તેજસ્વી લાગતો. તેની મોટી, તેજસ્વી આંખો અંધારામાં ન દેખાતા પાટણના કોટ તરફ