જલપરી ની પ્રેમ કહાની - 27

  • 2.7k
  • 1.1k

મુકુલને જ્યારે સોળ વર્ષનો થયો ત્યારે તેના જન્મ દિવસ પર તેના મમ્મી એ તેને એ સોનાની ચેન આપી હતી. મુકુલ તેને તેના મમ્મી ના આશીર્વાદ અને શુભકામના માંની હંમેશા પોતાના ગળામાં જ રાખતો ક્યારેય ઉતારતો નહિ. આજે એ ચેન એની પાસે નથી, એને લાગ્યું કે જાણે એનો કીમતી ખજાનો એની પાસે થી છીનવાઈ ગયો. મુકુલ પોતાની જાતને સંભાળી ના શક્યો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આટલો શક્તિહીન મુકુલ પહેલાં ક્યારેય ન હતો. અચાનક એના ખભા ઉપર કોઈ સુંવાળા હાથ નો નરમ સ્પર્શ થયો. ચિંતા ના કરો, આપ અહીં થી સલામત પોતાના ઘરે પહોંચી જશો. જેટલો નરમ સ્પર્શ એટલો જ નરમ