ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39

  • 2.4k
  • 1
  • 1.1k

૩૯ જોગમાયા દેશુભા, વિશુભા અને સિદ્ધરાજ રણવાસની ગઢીએ આવી પહોંચ્યા તે પહેલાં જ દેવુભા અને સોઢલ ત્યાં આવી ગયા હતા. હવે આ ગઢીની દોઢીએ એમણે મુકામ કરી દીધો. પરશુરામને સોઢલે પોતાની ગઢી સોંપી દીધી હતી. દેવુભા રણવાસની ગઢીને દરવાજે એક બાજુની ગઢીએ બેસી ગયો સામે બીજી બાજુ સોઢલ પોતાના ધોળા નિમાળા ઉપર હાથ ફેરવતો. દેવુભા મનમાં કૈંક ઘોડા ઘડી રહ્યો હતો. એના હ્રદયમાં ઊંડો વિશોદ હતો. આંખમાં ઝેર હતું. મનમાં ભીષણ નિશ્ચયનું બળ હતું. આ સ્થિતિને પણ તરી પાર ઊતરવાની એને આશા હતી. સામી દોઢીએ બેઠેલો સોઢલ એ હજી જળવિહોણા મત્સ્યની અવસ્થામાંથી પૂરોપાધરો ઊભો થયો ન હતો. જેને બાળપણથી પોતે