૩૭ અજિત ગઢીનો અજિત સ્વામી સોઢલની ગઢી હજી અજિત હતી. એના ઉપર હલ્લો લઇ જવામાં એને ગૌરવ મળતું હતું. સિદ્ધરાજે એ વિચાર માંડી વાળ્યો. રાતે ને રાતે રા’ખેંગારને આંહીંથી વર્ધમાનપુર તરફ મોકલી દેવાનો નિર્ણય થયો. ગઢીની દુર્ભેદ્ય રચના જોતાં ગઢી ચાર-છ મહિના રમતરમતમાં કાઢી નાખે એ લીલીબાની વાત સાચી હતી. અને રા’ની વાતમાં જરાક પણ કાચું કપાય તો ફરીને ઉપાધિ ઊભી થાય. મુંજાલ, ઉદયન, પરશુરામ, સજ્જન સૌ રાતે મળ્યા. મહારાજ જયદેવે પોતે જ ખેંગાર વિશે કરેલો નિર્ણય કહી સંભળાવ્યો: ‘મુંજાલ મહેતા! સાથે કોણ જશે? રા’ને લઇ જવો છે!’ સૌની દ્રષ્ટિ ઉદયન ઉપર પડી. સ્તંભતીર્થ એ પાછો ફરે છે, એવી વાત