ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

  • 1.8k
  • 1
  • 980

૩૧ દુદો ને હમીર સિદ્ધરાજ થંભી ગયો. દેશળની સાથે પહેલાં વાતચીત થયેલી એમાંથી ખબર તો એમ હતી કે દુદો ને હમીર બંને ધારાગઢના – ખાસ કરીને આ માર્ગના – વિશ્વાસુ ચોકીદારો હતા. કદાચ આ માર્ગના એ પણ હવે જાણકાર થયા હોય તો? મૂરખ દેશળે એ વાત છેક છેલ્લી ઘડીએ કરી હતી. અને મહારાજને ત્યારે જે શંકા થઇ હતી, તે આંહીં પ્રત્યક્ષ બની. પણ હવે શું થાય? એ બંને આંહીં ઊભા હતા. એ કેમ આવ્યા, શા માટે આવ્યા, એવા કોઈ જ પ્રશ્નને આંહીં અવકાશ ન હતો. શું પગલું ભરવું એ જ વાત હતી. એક પળનો વધુ વિલંબ થાય, અને વાતનો ઘટસ્ફોટ