ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 27

  • 2k
  • 1
  • 1.1k

૨૭ મહાઅમાત્યપદની ઝાંખી સ્તંભતીર્થના પોતાના નાનકડા સ્વાધીન અધિકારની કેટલી ઓછી આંકણી છે એ ઉદયનને સમજાઈ ગયું હતું. આંહીં સોરઠમાં એને આવવું પડ્યું – મુંજાલની એક આજ્ઞાએ. પણ આંહીં આવ્યો ત્યારે તો મહાઅમાત્યપદેથી જ હવે પાછા ફરવું એવો મહત્વાકાંક્ષી લોભ એને જાગ્યો હતો. એણે એક વસ્તુ જોઈ લીધી હતી: આ રાજા જયસિંહદેવ ઘણો તેજસ્વી હતો. એનામાં અસાધારણ શક્તિ હતી. એ ધારે તે કરે એવો પ્રભાવ હતો. ભુવનેશ્વરીએ એના વિક્રમી સ્વપ્નને સ્પર્શ કર્યો, અને એ એનો થઇ ગયો. એને એક મહાન આકાંક્ષા હતી: મહાન વિક્રમી સ્વપ્ન સિદ્ધ કરવાની. એને માત્ર મહાન રાજની કે વિજયની તમન્ના ન હતી એના એવા યશની એને ભૂખ