ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 26

  • 2k
  • 2
  • 1.1k

૨૬ ઉદયન રસ્તો શોધવા મથે છે ઉદયન વિચાર કરી રહ્યો: આ માણસ ખુલ્લા દિલનો નર્યો યોદ્ધો હતો. એનો સર્વનાશ થશે એ ચોક્કસ હતું આને નમાવવાની વાત ગગનકુસુમ જેવી હતી. તેણે બે હાથ જોડયા: ‘મહારાજ! હું તો મહારાજ જયદેવનો મોકલ્યો તમારી પાસે આવ્યો છું. મારે એક-બે વાત કરવી છે. ને આંહીંનો સંદેશો લઈને તરત પાછા ફરવું છે!’ ‘જુઓ ભા, ઉદા મહેતા! તમે આવ્યા એ અમારાં આંખ-માથા ઉપર. વાત તમે કહેશો તે સાંભળીશું. અમને આવડે એવો જવાબ પણ આપીશું. પણ, ભા! અમારી આંહીં સોરઠની તો રાજરીત છે, જુદ્ધ તો હાલ્યા કરે, એમાં શું? પણ તમે આંગણે આવ્યા છો ને રોટલા વિના વાતું